Friday, 5 October 2018

 નવા નદીસર  શાળા એક પ્રેરણા સ્ત્રોત


                    ઘણા સમયથીય શાળાનો બ્લોગ સુષુપ્ત અવસ્થામાં હતો। થોડી પ્રતિકૂળતા અને થોડી આળસ ના કારણે। નવા નદીસર પ્રાથમિક શાળા ની મુલાકાત પછી હવે જાગ્રત અવસ્તગામાં આવશે। હા , રાકેશભાઈ અને ગોપાલભાઈ ની મુલાકાત પછી કૈક અલગ કરવાની ભાવના પેદા થઇ છે. નવા નદીસર નું બાળકેન્દ્રિ વાતાવરણ દિલને સ્પર્શી ગયુ. હા, સમસ્યાઓ દરેક શાળાની થોડી ઘણી સરખી હોઈ શકે. દરેક શાળાનું વાતાવરણ અને ભૌતિક સુવિધાઓ  અલગ હોઈ શકે. નવા નદીસર શાળા ઘણા સામેથી સોશિયલ મીડિયા ના માધ્યમ થી અમારી સાથે જોડાયેલી હતી.તેની પ્રવૃતિઓ હંમેશા પ્રેરણા  આપતી પણ રુબરુ જોવાનો ને માણવાનો  પ્રસંગ હમણાં                                                                                                    સાંપડયો।

                                                                                                                                                                                   શાળાનું બાળકેન્દ્રિ  વાતાવરણ અને દરેક કાર્યમાં બાળકો ની સહભાગીદારી બધી શાળાથી અલગ લાગી. મોટા ભાગે બાળકોને શિસ્ત ની આડાશ હેઠળ ડાબી તેની શક્તિઓને ખીલવવાના બદલે કરમાવા માટે આપણે ભાગીદાર બનીએ છીએ .અહીં બાળકો પોતાને સોંપાયેલ જવાબદારી હોંશે હોંશે નિભાવે છે। .બાળ રૂપી ફૂલને ખીલવનારું વાતાવરણ આપણે નિર્માણ કરવાનું છેએ શીખવા મળ્યું।.ખુબ જ આનંદ થયો. નવા નદીસર ની મુલાકાત અદભુત રહી। નવા નદીસર હંમેશ માટે મારા માટે પ્રેરણા સ્ત્રોત બની ગયું .



1 comment:

  1. tamne nava nadisar mulakat lewa no moko kai rite malyo... ?

    ReplyDelete

logo

logo