Wednesday, 17 October 2018

ધણપ ગામના ઇતિહાસનો એક ભાગ- અમારો સ્થાનિક તહેવાર



ધણપ ગામના ઇતિહાસનો એક ભાગ- અમારો સ્થાનિક તહેવાર
નવરાત્રી ઘટસ્થાપન એટલે મોરિયા વ્રત નો પ્રારંભ.મોરિયા વ્રત એટ્લે ગામના દેવી બ્રહ્માણી દેવી અને રતન મા ની ઉપાસના.ખાસ પુત્ર ના લગ્ન. પૌત્ર કે દોહિત્ર નો જન્મ કે અન્ય બાધા -માનતા લીધેલ હોય ત્યારે મોરિયા માંડવાનો રિવાજ છે.ગામના દરેક જ્ઞાતિમાં આ વ્રત ઉપરના પ્રસંગે કરવામાં આવે છે



.નવરાત્રીના પ્રથમ દિવસે આ વ્રતનો પ્રારંભ થાય છે .જે આ વ્રત કરે તેના દ્વારા એક તાસ માં એક ઘડો મૂકી તેના પર મોટુ કોડિયુ મૂકવામાં આવે છે.તાસ અને કોડિયા માં સાત ધાન્ય ના જ્વેરા વાવવામાં આવે છે.અને ઘડામાં પાણી ભરવામાં આવે છે.નવ દિવસ સુધી માતાજી ની પૂજા અર્ચના કરવામાં આવે છે.વ્રત કરનાર નવ દિવસ સુધી ફક્ત રાજગરાનો ફળાહાર કરેછે .એક જ પથારી પર સુએ છે .
ચામડાની વસ્તુનો ત્યાગ કરે છે.નવરાત્રીના છેલ્લા દિવસે એટ્લે કે નોમ ના દિવસે માતાજીને નવ નિવૈધ-બાજરીની ખીચડી,લાપસી,ગુવારનુ શાક,અ‍ડદના વડાં,મગના વડાં,મઠિયા, ગળી પુરી,સુખડી,અ‍ડદના પાપડ ચડાવીને પારણાં કરવામાં આવે છે. અને ઉગેલા જ્વેરાને પોતના ઘરે લઇ જઇને તેમાંથી થોડા જ્વેરાનુ તોરણ બાંધી નવા વર્ષ ની સુખ સમૃધ્ધિની કામના કરવામાં આવે છે.બાકીના જ્વેરા નદી કે તળાવમાં પધરાવવામાં આવે છે.તે દિવસે ગામમાં મેળો ભરાય છે.આજુબાજુના ગામના લોકો દર્શનાર્થે આવે છે .એમને જમણ સાથે પ્રસાદ આપવામાં આવે છે.ગામ લોકો આ તહેવાર ખૂબ જધામધૂમથી ઉજ્વે છે.

No comments:

Post a Comment

logo

logo