ચાલો બાળક ને સમજીએ

                              અમારી પિંકી
     આજે મારે ધોરણ પહેલા ની વિદ્યાર્થીની પિંકી ની વાત કરવી છે.પિંકી ખૂબ જ શરમાળ છોકરી છે.શરૂઆતના બે મહિના સુધી એ કોઈ પણ પ્રવૃત્તિ માં રસ નહોતી લેતી.બસ એના વર્ગ શિક્ષિકાબેન પાસે માંડ બેસતી થઈ હતી.હું વર્ગ માં જાઉં તો મને પરાણે એક તાલિ આપે.આજે હું એના પછી ના પ્રસંગ અહીં વરણવું છું
               કોણ કહે છે તમારી ગેરહાજરી બાળકો ધ્યાનમાં નથી લેતા?આજે મિટિંગ હોવાથી હું શાળામાં હાજર નહોતી.આજે પિંકી એ પોતાની બુક માં લખવાની શુભ શરૂઆત કરી.
પોતાનું કામ મને બતાવવું પડે ને.હું હાજર નહોતી એટલે એના શિક્ષિકા બહેનને મને કોલ કરવા કહ્યું.એના વર્ગ શિક્ષિકા બહેને મને વિડિઓ calling કર્યું.પણ એવી તો શરમાઈ ગઈ કે મારી સાથે એણે વાત ન કરી
        આજે પિંકી પાછી મારા સાનિધ્યમાં આવી એના વર્ગ શિક્ષિકા બેન સાથે આવી ખરી પણ વર્ગમાં પાછી ના ગઈ.મારી સાથે ફરી સેલ્ફી લીધી.મારો એકલી નો ફોટો પાડ્યો.આજનું ગુલાબ અને દિપક પણ મને બનાવી દીધી.મારી ખુરશીને ગોળ ગોળ ફેરવી દીધી.મને 'મ' અને 'જ' લખવાનું પ્રોમિસ પણ આપતી ગઈ.

No comments:

Post a Comment

logo

logo